ઉરી હુમલા બાદ જવાબી કાર્યવાહી માટે સૈન્ય સજ્જ 

Update: 2016-09-19 06:28 GMT

રક્ષામંત્રી PM ને સોંપશે આતંકી હુમલાનો રિપોર્ટ

જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેનાના મુખ્યાલય પર થયેલા હુમલાના દેશભર માં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.દેશના રક્ષામંત્રી મનોહર પર્રિકરે શ્રીનગરની મુલાકાત લઈને ઘાયલ જવાને મળ્યા હતા,વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંતકી હુમલાનો રિપોર્ટ તેઓ સોંપશે.

જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેના ના મુખ્યાલય પર રવિવારે સવારે આતંકી હુમલો થયો હતો,જેમાં 17 જવાનો શહીદ થયા હતા જયારે 8 વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા છે.

આતંકી હુમલાના પગલે દેશભરમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભારત સરકાર કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.આતંકી હુમલા ના ઉત્તેજનાસભર માહોલ માં રક્ષામંત્રી મનોહર પર્રિકરે શ્રીનગર ની મુલાકાત લીધી હતી,અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઈજાગ્રસ્ત સૈનિકો ના ખબરઅંતર પૂછ્યા હતા અને ઘટના નો ચિતાર મેળવ્યો હતો.જે રિપોર્ટ આજરોજ PM મોદીને સોંપવામાં આવશે.

તો બીજી તરફ ભારતીય સૈન્ય દ્વારા ઘાતકી આતંકી હુમલાની જવાબી કાર્યવાહી માટે પાકિસ્તાન પાસેની 778 કિલોમીટર લાંબી LOC સરહદ પર તોપો તેનાત કરવી તેમજ અન્ય ઓપરેશન્સ માટે મંજૂરી આપવાની માંગ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે માર્યા ગયેલા આતંકવાદી પાસેથી પાકિસ્તાની હથિયારો પણ સૈનિકોએ જપ્ત કર્યા હતા,પરંતુ પાકિસ્તાને ફરી એકવખત આ હુમલા પાછળ એમનો હાથ ન હોવાનું જણાવી ને ભારતજો કોઈ કાર્યવાહી કરશે તો પરમાણુ હુમલો કરવાની ધમકી પણ પાકિસ્તાને ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યુ છે.ત્યારે ભારત સરકાર પોતાની આ કસોટી પર શું નિર્ણય લેશે તે જોવુ રહ્યુ.

 

Similar News