એઈમ્સ આવવાથી સુપર સ્પેશીયાલીટી સારવાર રાજકોટમાં જ મળશે : મનિષ મહેતા

Update: 2019-01-04 04:09 GMT

રાજકોટ છેલ્લા કેટલાંય સમયથી જે એઈમ્સની રાહ જોવામાં આવી રહી હતી. તે એઈમ્સ આખરે રાજકોટને મળી છે. ત્યારે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા રાજકોટની સિવિલ હોસ્પિટલના સર્જન મનિષ મહેતાએ જણાવ્યુ હતુ. કે એઈમ્સ આવવાથી સુપર સ્પેશીયાલીટી સારવાર જેમના માટે દર્દીઓએ અમદાવાદ અને મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે તે પ્રકારની તમામ સ્વાસ્થય લક્ષી સુવિધાઓ રાજકોટમા જ મળશે.

તે સાથે જ એમબીબીએસની સીટ, પોસ્ટ ગ્રેજ્યુટની સીટ, સુપર સ્પેશીયલીસ્ટની સીટ અને નર્સીંગની સીટ મળવા પાત્ર રહેશે. આમ, સ્વાસ્થયની સાથો સાથ અભ્યાસની તકો પણ ઉદભવશે.

Similar News