એફિલ ટાવરને બુલેટ પ્રુફ કાચથી ઢાંકવામાં આવશે

Update: 2017-02-10 11:36 GMT

વિશ્વની સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક સ્થળ એવા પેરિસમાં આવેલ એફિલ ટાવરને આતંકવાદી હુમલા સામે વિશેષ રક્ષણ પૂરું પાડવા માટે ટાવરના આધારની આસપાસ બુલેરપ્રુફ કાચની દીવાલ બાંધવામાં આવશે.

આ બુલેટપ્રુફ કાચની દીવાલ 2.5 મીટર ઊંચી હશે અને તેનો અંદાજિત ખર્ચ $ 21 મિલિયન આંકવામાં આવ્યો છે. જે ટાવરને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

નાયબ મેયર જીન ફ્રાન્કોઇસ માર્ટિન્સના જણાવ્યા અનુસાર પેરિસમાં ત્રાસવાદી પ્રવૃતિઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે એફિલ ટાવર કે જ્યાં એક વર્ષમાં લગભગ છ કરોડથી વધુ લોકો મુલાકાતે આવે છે તેની સુરક્ષા કરવી જરૂરી બની છે અને આ કાચની દીવાલ ટાવરને વ્યક્તિઓ અને વાહનોથી દૂર રાખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં તેમજ છેલ્લા અઠવાડિયામાં પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે પેરિસની આ વિશ્વ પ્રસિદ્ધ સ્થળનું જતન કરવા માટે સરકાર દ્વારા આ પગલુ લેવામાં આવેલ છે.

 

Similar News