કતારમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરશે સરકાર

Update: 2017-06-22 10:22 GMT

ઇસ્લામિક દેશો વચ્ચેના મતભેદના કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. સાઉદી અરબ , બહરીન, યુએઈ, યમન સહિતના દેશોએ કતાર સાથેના રાજનૈતિક સંબંધોનો અંત લાવ્યા બાદ પરિસ્થિતિ વિકટ બની છે, ત્યારે ત્યાં ફસાયેલા ભારતીયોને પરત વતન લાવવા માટે સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

ભારત સરકાર ઇસ્લામિક દેશમાં ફસાયેલા હજારો ભારતીયોને પરત લાવવા માટે 22 જુનથી 8 જુલાઈ સુધી ખાસ ફ્લાઇટસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માધ્યમ થી ભારતીયોને એરલિફ્ટ કરીને હેમખેમ પરત ભારત લાવવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.

 

Similar News