કરવા ચોથના કારણે ભારત vs ન્યૂઝીલેન્ડ વન-ડે મેચની તારીખમાં ફેરફાર

Update: 2016-09-08 14:43 GMT

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કરવા ચૌથ તહેવારના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાનાર ત્રીજી વન-ડે મેચ 19 ઓક્ટોમ્બરના બદલે 20 ઓક્ટોમ્બરે યોજવાનું નક્કી કર્યું છે.

BCCIના વરિષ્ઠ અધિકારી અને DDCAના ઉપાધ્યક્ષ સી.કે.ખન્નાએ આ વાતની પુષ્ટિ કરી હતી કે BCCI દ્વારા તેમની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

સી.કે.ખન્નાએ જણાવ્યું હતું કે અમારા આગ્રહનો સ્વીકાર કરવા બદલ અમે BCCIના આભારી છે. તેમણે અમારા આગ્રહને ધ્યાનમાં લઇને મેચની તારીખ એક દિવસ લંબાવી દીધી. મને કાર્યાલયમાં તે અંગેનો સ્વીકૃતિ પત્ર પણ મળી ગયો છે.

DDCA દ્વારા BCCIને પત્ર લખીને ઉત્તર ભારતમાં મોટા પાયે ઉજવવામાં આવતા આ તહેવારને કારણે મેચમાં ઉભી થનાર વ્યવહારિક અડચણો અંગે જાણ કરી હતી. તેના કારણે ટિકિટના વેચાણ પર પણ ભારે અસર પડવાની શક્યતાઓ હતી.

ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ અને પાંચ વન-ડે મેચ રમાનાર છે. જે 22 સપ્ટેમ્બરથી શરૂ થઇને 29 ઓક્ટોમ્બર સુધી ચાલુ રહેશે.

Similar News