કલકત્તા : ડે નાઇટ ટેસ્ટમાં બાંગ્લાદેશના બીજી ઇનિગ્સમાં 6 વિકેટે 152 રન

Update: 2019-11-24 03:28 GMT

ભારત પ્રથમ દાવ 347/9 ડિક્લેર, બાંગ્લાદેશ પ્રથમ દાવ 106 માં ઓલઆઉ

વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સદી મારવાની બાબતે પોન્ટીંગ બરાબરી કરી

કલકત્તાના ઇડન ગાર્ડનમાં રમાઇ રહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ડે નાઇટ ટેસ્ટમાં ભારત મજબુત સ્થિતિમાં આવી ગયું છે.બાંગ્લાદેશે બીજી ઇનિંગ્સમાં 6 વિકેટે 152 રન કર્યા છે. તેઓ ભારતથી હજી 89 રન પાછળ છે. ભારતે પ્રથમ દાવમાં 241 રનની લીડ મેળવી હતી. ભારત માટે બીજી ઇનિંગ્સમાં ઇશાંત શર્માએ ચાર અને ઉમેશ યાદવે બે વિકેટ લીધી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 136 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 27મી અને ભારત માટે પિન્ક-બોલ ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી હતી. કોહલીએ કેપ્ટન તરીકે બધા ફોર્મેટની કુલ 188 ઇનિંગ્સમાં 41મી સદી મારી છે. કપ્તાન તરીકે સૌથી વધુ સદીના મામલે તેણે રિકી પોન્ટિંગની બરોબરી કરી છે. પોન્ટિંગે 41 સદી માટે કોહલી કરતા ડબલ એટલે કે 376 ઇનિંગ્સ લીધી હતી.

Similar News