કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવશે ગુજરાત,વિશાળ આદિવાસી સંમેલનને કરશે સંબોધન

Update: 2017-04-23 09:39 GMT

ગુજરાતમાં વિધાન સભાની ચૂંટણી હવે દસ્તક દેવાની તૈયારીમાં છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ મજબુતી થી પ્રચાર પ્રસાર અર્થે લાગી જવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે એક તરફ મિશન-150 લઈને ઈલેક્શનની આગોતરી તૈયારીઓ શરુ કરી છે, તો કોંગ્રેસ પણ સીએમ પદના ઉમેદવારની પળોજણ વચ્ચે હવે ગુજરાતમાં પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની વિશાળ જનસભા યોજાવાનું આયોજન શરુ કર્યુ છે.

ગુજરાતમાં હાલમાં કોંગ્રેસ પક્ષમાં મુખ્યમંત્રીના પદના દાવેદારને લઈને ખેંચતાણના સમાચાર વહેતા થયા છે. તો બીજી બાજુ ભાજપે મિશન 150 ના સુત્ર સાથે આગળ વધાવની તૈયારીઓ કરી છે.કોંગ્રેસે મુખ્યમંત્રી પદના વિવાદને હાલ પુરતો ઠંડો પાડીને પક્ષના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાતમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યુ છે.

જાણવા મળ્યા મુજબ તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિન અને કામદાર દિન પ્રસંગે તેમજ આદિવાસી જનયાત્રા નિમિતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલના સીધા માર્ગ દર્શન હેઠળ આ આયોજન હાથધરવા માં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

 

Similar News