કોંગ્રેસના 84માં મહાઅધિવેશનની દિલ્હીમાં ધામધૂમથી શરૂઆત

Update: 2018-03-17 05:46 GMT

આજથી કોંગ્રેસનું 84મું મહાઅધિવેશ રંગેચંગે શરૂ થઈ ગયુ છે. આ અધિવેશનમાં કોંગ્રેસ આગામી પાંચ વર્ષની દશા અને દિશા નક્કી કરશે. રાહુલ ગાંધીના સંબોધનથી શુભારંભ થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અધિવેશનમાં પાર્ટી ચાર પ્રસ્તાવ રજૂ કરશે. તેમાં રાજકીય, આર્થિક, વિદેશી મામલે તથા કૃષિ અને બેરોજગારી જેવા વિષયો સામેલ કરવામાં આવશે. પાર્ટી દરેક ક્ષેત્રે તેમનો દ્રષ્ટીકોણ મુકશે અને વર્તમાન પરિસ્થિતિ સાથે તેની તુલના કરશે. બે દિવસના ગહન વિચાર વિમર્શ સત્રમાં રાજકીય સ્થિતિ સહિત બે પ્રસ્તાવોને પહેલા દિવસે રજૂ કરવામાં આવશે.

 

Similar News