ગાલિબકો ગુલઝાર નહિ મિલતા

Update: 2018-09-06 10:23 GMT

લોકગાયક અભેસિંહભાઈ રાઠોડનો ફોન આવ્યો આપણે સુરત જવાનું છે. પૂજ્ય મોરારી બાપુએ એક સંપેતરું હરીશભાઈ મારફતે મોકલ્યું છે. એ આપવા મહેન્દ્રભાઈ પંડ્યા સાથે છે. અમે સુરત પહોંચ્યા. સંપેતરું ભગવતીકુમાર શર્માના નિવાસસ્થાને આપ્યું. ભાવવિભોર બન્ને પક્ષે થયા.

ભરૂચની રૂંગટા ભવન સ્કૂલના ઓટલે હું, નીતિન દવે બેઠા હતા, નીતિને ભગવતીભાઈને પ્રશ્ન કર્યો, ‘અસૂર્યલોક’ નવલકથાની સિરિયલ બને તો ?

ભગવતીકુમાર શર્મા : ઋષિભાઈ ગમે, પણ ગાલિબને ગુલઝાર મળતો નથી.

ભગવતીભાઈ જ્યારે પણ મળે ત્યારે પૂછે ? સરલા કેમ છે ?, હું મુંઝાવ, પછી કહું એનું નામ સંધ્યા છે, ભગવતીકુમાર કહે હું તો એને સરલા જ કહીશ. તા. ૫ મી સપ્ટેમ્બરે Whatsapp પર વાંચ્યું. એ નથી. એક ક્ષણ માટે મારું વિશ્વ થંભી ગયું. જીગરે કહ્યું, જય વ્યાસે મેસેજ મૂક્યો છે સવારે ૬ વાગે નિધન થયું, સાંજે ૭:૩૦ કલાકે અંતિમસંસ્કાર થશે. તા. ૦૬ સપ્ટેમ્બરે સાંજે પ્રાર્થનાસભા થશે.

પુસ્તકાલય (Library) માંથી ‘અસૂર્યલોક’ નવલકથા સાંભળી જીગરે મંગાવી. એ આઠ વર્ષનો હતો ત્યારે આ નવલકથા પ્રસિદ્ધ થયેલી.

બ્લોગના વાચકને વિનંતી ‘અસૂર્યલોક’ જરૂર વાંચજો. અદ્દભૂત ભગવતીભાઈનું જીવનદર્શન જાણવા મળશે.

 

Similar News