ગુગલે ડુડલ બનાવી કન્નડ ફિલ્મના મહાનાયક રાજકુમારની 88મી જન્મજયંતિ મનાવી

Update: 2017-04-24 10:52 GMT

કન્નડ ફિલ્મના મહાનાયક રાજકુમારની 88મી જ્યંતિ છે, આ અવસરે ગુગલે ડુડલ પર યુવા રાજકુમારનો એક મુવી થિયેટરનો ફોટો મોટા પરદા પર બતાવવામાં આવ્યો છે, એમનો જન્મ 14 એપ્રિલ 1929માં કર્ણાટકમાં થયો હતો, ફિલ્મ જગતમાં આવતા પહેલા તેમનું નામ સિંગનલ્લુરૂ પૂટ્ટાસ્વમૈય્યા મુથુરાજુ હતુ.

વર્ષ 1954માં તેમણે ફિલ્મ જગતમાં કામ કરવાની શરૂઆત કરી હતી, તેમની પહેલી ફિલ્મ બેડારા કનપ્પા હતી. વર્ષ 1954માં પહેલી ફિલ્મ થી લઈ વર્ષ 2000માં તેમની છેલ્લી ફિલ્મ સુધી ના સફરમાં એમને લગભગ 220 ફિલ્મોમાં કામ કર્યું હતુ, તેમની છેલ્લી મુવી શબ્દવેદી હતી, રાજકુમાર ભારતીય સિનેમાના પહેલા મહાનાયક હતા જેમને પરદા પર કોઈ પણ વાર નશો કર્યો ન હતો.

વર્ષ 1983 માં રાજકુમારને પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા હતા,અને તેમને 3 વાર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા હતા,કન્નડ ફિલ્મના રાજકુમાર ફિલ્મફેયર એવોર્ડમાં 10 વાર સર્વશ્રેષ્ઠ અભિનેતા ના પુરસ્કાર પણ પોતાના નામે કર્યો હતો, 2 એપ્રિલ 2006 રાજકુમારનું નિધન થયું હતુ,તેમની કલાકારી થી દર્શકો ના પ્રિય રાજકુમાર ને આજે પણ એમના દમદાર અભિનય માટે યાદ કરવામાં આવે છે.

 

Similar News