ગુજરાત પોલીસ સુપ્રીમ કોર્ટના હુકમ નું કરશે પાલન - પદમાવત થશે રિલીઝ

Update: 2018-01-21 12:56 GMT

હાલ ગુજરાતમાં ઠેર ઠેર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદમાવત નો વિરોધ થઇ રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસના પોલીસ વડાએ આજ રોજ રવિવારે પત્રકારો સાથે ની વાત ચિત્ત માં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ સુપ્રીમ કોર્ટના ચુકાદોનો કડક પણે પાલન કરશે અને ફિલ્મ ને રિલીઝ થવાથી અટકાવ વાળા તત્વો સામે કડક પગલાં ભરશે.

તેઓ એ જણાવ્યું હતું કે હાલ સુધી તોડ ફોડ અને આગ ચંપી ની 15 ફરિયાદો ગુજરાત માં નોંધાઈ છે જેમાં આરોપીયો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરાશે. પણ નિયમો અનુસાર ફિલ્મ તો રિલીઝ થશે. તેઓ એ ઉમેર્યું હતું કે ગુજરાત ના અનેક શેહરોમાં સિનેમા માલિકોએ ફિલ્મના રિલીઝ કરવાનું નકી કર્યું છે જે થી ઘર્ષણ ટળી શકે. ગુજરાત પોલીસ ના કડક વલણ ની પરવા કર્યા વગર ગુજરાત ભરમાં ફિલ્મ નો વિરોધ થઇ રહ્યો છે.

રાજપીપળાના મહારાણી રૂખમણિ દેવીએ પણ કરણી સેના ને ટેકો જાહેર કર્યો છે તેઓ એ કનેક્ટ ગુજરાત સાથે ની વાત ચિત્ત માં જણાવ્યું હતું કે ફિલ્મ માં રાજપુતાના ગરિમા નું અપમાન થયું છે જેથી તેઓ કરણી સેના સાથે છે અને ફિલ્મ રિલીઝ ના થવી જોઈએ.

ભરૂચ જિલ્લા ના પાનોલી નજીક પણ ગત રાત્રે રાજપૂત સમાજ ના યુવાનો દ્વારા નેશનલ હાઈવે ઝામ કરવામાં આવ્યું હતું અને રોડ ઉપર ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

જિલ્લાના જંબુસર અને ભરૂચ ખાતે પણ ફિલ્મ પદમાવત નો વિરોધ થયો છે. ગુજરાત માં મેહસાણા થી લઇ અમદાવાદ સુધી અને અહમદાવાદ થી લઇ નવસારી સુધી રાજપૂત સમાજ દ્વારા જોરદાર વિરોધ કરવમાં આવી રહ્યું છે.

 

Tags:    

Similar News