ગોંડલના રજવાડી મેળામાં મોતનાં કુવામાં કાર પર સ્ટંટ દરમિયાન એક યુવતી ફંગોળાતા દોડધામ

Update: 2017-08-16 10:41 GMT

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ચાલી રહેલા રજવાડી મેળામાં મોતનાં કુવામાં કાર પર સ્ટંટ કરતી એક યુવતી ફંગોળાય જતા અકસ્માતનો ભોગ બની હતી.

ગોંડલ રજવાડી મેળામાં મોતના કુવામાં યુવતી કારમાંથી પડી જતા નાશભાગ મચી ગઈ હતી.મોતના કુવામાં સ્ટંટ જોવા માટે ઉભેલા લોકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

કારમાં સ્ટંટ દરમિયાન યુવતી નીચે પડી જતા તાત્કાલિક સ્ટંટ રોકી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવ બનતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે.

Similar News