ગોરખપુરમાં હોસ્પિટલમાં બાળકોનાં મોત બાદ રાહુલ ગાંધીએ કરી પરિવારજનો સાથે મુલાકાત

Update: 2017-08-19 09:19 GMT

ઉત્તરપ્રદેશનાં ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં ઓક્સીજનનાં અભાવે બાળકોનાં મોત થયા હતા, આ બાળકોનાં પરિવારજનોની મુલાકત અર્થે કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીની મુલાકાત અગાઉ સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યુ હતુ કે ગોરખપુર ને પીકનીક સ્પોટ બનવા દેવામાં આવશે નહિ. દિલ્હીમાં બેઠા કોઈ યુવરાજ અને લખનૌમાં બેઠા કોઈ યુવરાજ આ દર્દને સમજી શકતા નથી. સ્વચ્છ અને સુંદર યુપી બનાવવાની જરૂરત હોવા પર પણ તેઓએ ભાર મુક્યો હતો.

રાહુલ ગાંધીએ પીડિત બાળકોનાં પરિવારજનો સાથે મુલાકત કરી હતી, અને હોસ્પિટલમાં પોતાના સંતાનોનાં મોત બાદ ઘેરા શોકમાં ડૂબેલા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જોકે કોંગ્રેસનાં નેતા ગુલામ નવી આઝાદે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતુ, અને યોગી સરકારે કોઈજ સારી કામગીરી કરી નહોવાના આક્ષેપો કર્યા હતા. અને આદિત્યનાથ યોગી ગોરખપુરનાં સાંસદ હતા તેમછતાં તેઓએ હોસ્પિટલ માટે કંઈજ કર્યુ ન હોવાના આક્ષેપ પણ તેઓએ કર્યા હતા.

Similar News