જમ્મુ કાશ્મીરનાં બનિહાલમાં થયેલા હુમલામાં 2 આતંકવાદીની ધરપકડ

Update: 2017-09-22 06:53 GMT

જમ્મુ કાશ્મીર પોલીસે બે આતંકીયોની હથિયારો સાથે ધરપકડ કરી હતી. જમ્મુ કાશ્મીરના બનિહાલમાં સશસ્ત્ર નિયંત્રણ રેખાની એસએસબી કેપ પર હુમલા કરવા પાછળ આ બે આતંકવાદીનો સમાવેશ હતો.

ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ એસએસબી 14મી બટાલિયનની એક પાર્ટી પર આતંકી હુમલો થયો હતો, આ હુમલામાં એસએસબીના એક કોન્સ્ટેબલની મોત થઈ હતી, અને અન્ય ઘાયલ થયા હતા, આતંકીયો એ આ હુમલો બનિહાલ સુરંગની સુરક્ષામાં લાગેલા એસએસબીના જવાનો પર કર્યો હતો, બનિહાલની સુરંગ 8.45 કિલોમીટર લાંબી છે અને રામબન થી કાજીગુંડ સાથે જોડાઈ છે.

જમ્મુ કાશ્મીર પોલીસએ ધરપકડ કરેલા આંતકવાદીઓના નામ આરીફ અને ગજનફર છે, પોલીસને એમની પાસે થી બે સર્વિસ રાઈફલ્સ મળી આવી હતી, જે સમય જવાનો પર હુમલો કર્યો હતો ત્યારે આતંકવાદી રાઈફલ્સ લઈને ફરાર થઈ ગયા હતા.

 

Similar News