જાણો કેમ ! ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થીને ગૂગલે ઓફર કર્યુ ૧.૨ કરોડનુ પેકેજ

Update: 2018-07-08 12:42 GMT

જાણો ગૂગલ સાથે મળીને શેના પર કરશે રિસર્ચ ?

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર રિસર્ચ કરવા માટે ભારતના ૨૨ વર્ષીય સ્ટુડન્ટને ગૂગલે ૧.૨ કરોડ રૂપિયાનુ પેકેજ ઓફર કર્યુ છે. મૂળે મુંબઈના અને હાલમાં બેંગ્લોરમાં રહીને આઈટીનો અભ્યાસ કરતા આદિત્ય પાલિવાલે ગૂગલ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ટેકનોલોજી પર રિસર્ચ કરવા માટે એક ટેસ્ટ લીધો હતો. જેમાં આખી દુનિયાના ૬૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ પૈકી ૫૦ સ્ટુડન્ટસનુ સિલેક્શન કરાયુ છે. જેમાં આદિત્ય પણ સામેલ છે. આદિત્ય આ પહેલા કોમ્પ્યુટર કોડિંગ પ્રોગ્રામ માટેની પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ સ્પર્ધા કોલેજિએટ પોગ્રામિંગ કોન્ટેસ્ટનો પણ ફાઈનલિસ્ટ રહી ચુક્યો છે. જેમાં દુનિયાભરની 3098 યુનિવર્સિટીઝના ૫૦૦૦૦ સ્ટુડન્ટસે ભાગ લીધો હતો.

આદિત્ય ૧૬ જુલાઈથી ગૂગલ સાથે કામ શરૂ કરશે. તેણે કહ્યું હતું કે ગૂગલ સાથે કામ કરવાથી મને પણ નવુ શીખવા મળશે.

Similar News