જાણો નાતાલ પર્વનું શું છે વિશેષ મહત્ત્વ

Update: 2017-12-24 13:07 GMT

નાતાલનો તહેવાર એની મહત્તા અને તેના વિશિષ્ટ મહાત્મયને કારણે સદીઓથી વિશ્વનાં ત્રીજા ભાગનાં લોકો તેને ઉત્સાહ પૂર્વક ઉજવે છે. નાતાલએ ઈસુનાં અવતરણનો પવિત્ર અવસર છે. તથા સર્વ ધર્મો માટે કોમી એકતાનાં પ્રતિક સમાન છે. ખ્રિસ્તી ધર્મનાં અાધ્યસ્થાપક ભગવાન ઈસૂનો તા.25 ડિસેમ્બરનાં રોજ જેરૂસલેમનાં હેલથેહેમ ગામનાં ગરીબ પરિવારમાં માતા મેરીના કૂખે જન્મ થયો હતો. એવું કહેવાઈ છે કે જ્યારે પ્રભૂ ઈસુએ માનવ અવતાર લીધો ત્યારે જગતભર ક્ષણવાર માટે દિવ્સ પ્રકાશ થી ઝળહળી ઉઠ્યૂ હતુ. એટલે જ ઈસૂ ભગવાનનાં જન્મથી ઈસવિસન વર્ષની શરૂઆત ગણવામાં આવી. તેથી જ ચર્ચોમાં રોશની કરીને નવા વર્ષને વધાવવામાં આવે છે.

મનુષ્યનાં જીવન માટે એવુ કહેવાય છે કે માણસ ખાધા પીધા વગર જીવી શકે છે. પરંતુ જો તેની પાસે જીવવાની 'હોપ' એટલે કે આશા હોય તો. ક્રિસમસનાં આ તહેવારમાં પણ સાન્ટાનું જે પાત્ર છે તે પણ આવુ જ કંઈક કહે છે. એવું કહેવાય છે કે સાન્ટાનું પાત્ર આશાને રિપ્રેઝન્ટ કરે છે. એવું પણ કહેવાય છે કે જે લોકો સાન્ટામાં બિલિવ કરે છે તે પોતાની જીંદગીની અંદર ચમત્કારો થશે તેવું પણ માને છે.

આ ચમત્કારો એટલે કે રાતો રાત લોટરી લાગી જવી એવા નહિં પરંતુ પોતાનાં સુંદર ભવિષ્ય અંગેની કલ્પનાઓ સેવતા હોય છે. વધુમાં લોકો એવુ પણ માનતા હોય છે કે વિશ્વની અંદર ઘણી બધી શક્યતાઓ રહેલી છે, તમે જે ચાહો તે તમે મેળવી પણ શકો છો.

રાજકોટમાં નાતાલ પર્વમાં ગીફટ આર્ટીક્લસની દૂકાનોમાં ક્રિસમસની ખરીદી માટેની અવનવી વેરાયટીઝ જોવા મળે છે.જેમાં લાઈટીંગ જીંગીગ બેલ,મધર મેરીનો પરિવાર,કલરફૂલ ફ્રેશનર,કેન્ડ્લસ,ડાન્સીંગ સાન્ટા,ડાન્સીંગ ક્રિસ્મસ ટ્રી,લાઈટીંગ ફાઈબર ટ્રી,મેટાલિક બોલ, લાઈટીંગ રીંગ,સાન્ટા કલોઝ ડ્રેસ,રીવોલ્વીંગ ટ્રી સહિતની વેરાયટીઝની ડિમાન્ડ વધી છે.

 

Tags:    

Similar News