ડાંગ: વધઇ ખાતે યોજાઇ યોગ શિબિર,અપાઇ બાળમિત્રોને યોગની તાલીમ

Update: 2019-02-05 11:21 GMT

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વધઇ ખાતે ડાંગ જિલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા ત્રિદિવસિય યોગ શિબિરનું આયોજન કરાયુ હતું.

તા.રજી ફેબ્રુઆરીથી તા.૪થી ફેબ્રુઆરી, ૨૦૧૯ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વધઇ ખાતે આયોજિત આ શિબિરનો લાભ એમ.એ.બી.એડ્.ના ૬૦ જેટલા વિઘાર્થીઓ સહિત, સીઝનલ હોસ્ટેલના પ૪ જેટલા બાળકો તથા નગરજનોએ ઉત્સાહભેર લાભ લીધો હતો.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="83268,83269,83270,83271"]

ડાંગ જિલ્લા યોગ સમિતિના અધ્યક્ષ શ્રીમતી પિ્રતીબેન ભાવસાર સહિત દક્ષિણ ગુજરાતના રાજ્ય કાર્યકારિણી સદસ્યા તનુજાબેન મકવાણા અને વધઇ તાલુકાના પ્રભારી શ્રી ગુણવંતભાઇ તેમજ યુવા પ્રભારી શ્રી શૈલેષભાઇના સહયોગથી આયોજિત આ યોગ શિબિરમાં ભાગ લેનારા, ૬૦ જેટલા યુવા ભાઇ/બહેનો દ્વારા આગામી દિવસોમાં યોગ સમિતિમાં જોડાઇને નિઃશુલ્ક યોગ શિબિરનો લાભ અન્ય લોકોને પણ મળે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. જ્યારે સીઝનલ હોસ્ટેલના પ૪ બાળમિત્રો દ્વારા તેમની શાળાના ૧ર૦૦ જેટલા બાળકોને પણ યોગ શિક્ષણનો લાભ પુરો પાડશે.

Similar News