ત્રણ કોર્ષ સાથે IIT-ધારવાડ જુલાઇથી થશે શરૂ

Update: 2016-05-07 07:46 GMT

ભારતની પ્રતિષ્ઠિત એન્જીનિયરિંગ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT)ની નવી કોલેજ કર્ણાટકના ધારવાડમાં શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ શરૂઆતના તબક્કામાં કોમ્પ્યુટર સાયન્સ,મિકેનિકલ એન્જીનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ત્રણ કોર્ષનો અભ્યાસ કરશે.

IITમાં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષા JEEનું પરિણામ જૂનમાં જાહેર કરવામાં આવશે. તેથી, બી.ટેક.ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ જુલાઇ માસથી તેમનો અભ્યાસ શરૂ કરી શકશે. દરેક કોર્ષમાં 40 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

જ્યાં સુધી કોઇ સ્થાયી ઇન્ફાસ્ટ્રક્ચર તૈયાર ન થઇ જાય ત્યાં સુધી IIT-D પૂણે-બેંગલુરુ નેશનલ હાઇ-વે પર આવેલ વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે તેનું કાર્ય શરૂ કરશે તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Similar News