દાહોદ : ઉજજૈન મેમુ કિન્નરોનું બની સમરાંગણ, ટ્રેનમાંથી પડી જતાં એકનું મોત

Update: 2019-11-07 12:16 GMT

દાહોદમાં ટ્રેનમાં બક્ષિસ માંગવા બાબતે કિન્નરોના બે

જુથો વચ્ચે થયેલી મારામારીનો લોહિયાળ અંત આવ્યો હતો. મારામારી દરમિયાન ત્રણ

કિન્નરો ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા જેમાં એક કિન્નરનું અન્ય ટ્રેનની ટકકરે મોત

નીપજ્યું હતું. ઘટના બાદ કિન્નરોના એક જુથની સ્થાનિક લોકોએ મારપીટ કરી હતી જેનો

વીડીયો વાઇરલ થયો છે. 

દાહોદથી કેટલાક કિન્નરો ઉજ્જૈન તરફ જતી મેમુ ટ્રેનમાં સવાર મુસાફરો પાસે બક્ષિસની ઉઘરાણી કરી રહ્યા હતા. તે દરમ્યાન બોરડી રેલ્વે સ્ટેશન ખાતે બે કિન્નરોના જૂથ વચ્ચે અંદરો અંદર બોલાચાલી થઈ જે ઉગ્ર બનતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં ત્રણ કિન્નરો ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા હતાં જેમાં એક કિન્નર સામેથી આવતી ટ્રેનની અડફેટમાં આવી જતાં તેનું કરૂણ મોત થયું હતું. જયારે બે કિન્નર ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ઘટના બાદ એક વિડીયો ઝડપથી વાઇરલ થયો હતો જેમાં કેટલાક લોકો એક કિન્નરે દોડાવી દોડાવીને માર મારતાં હોવાનું દેખાઇ રહયું છે.

ટ્રેનમાં થયેલી મારામારી બાદ કેટલાક કિન્નરોને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતાં અને તેમની સાથે મારપીટ કરી હોવાનું વીડીયોમાં જણાય રહયું છે. કિન્નરને માર મારતો વિડીયો વાયરલ થતા કિન્નરોની અંદરો અંદરની માથાકૂટ દરમિયાન અન્ય લોકો કેમ કિન્નરો જોડે મારકૂટ કરી રહ્યા છે, તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. જોકે આ સમગ્ર મામલે રેલ્વે પોલીસ દ્વારા અક્સમાતનો ગુનો નોંધવામાં આવ્યો છે. વાઇરલ થયેલા વિડીયો વિશે પણ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહયું છે.

Tags:    

Similar News