દાહોદ : વિનિયન કોલેજમાં 3 વર્ષથી વિદ્યાર્થીઓ બ્લેક બોર્ડ અને બેન્ચિસ વગર અભ્યાસ કરવા મજબૂર

Update: 2019-07-26 06:31 GMT

સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને શ્રેષ્ટ સુવિધા યુક્ત ઉચ્ચક્ક્ષાનું શિક્ષણ પૂરૂ પાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ચાલતી સરકારી કોલેજના દ્રષ્યો જોઈ ચોકી ઉઠસો. કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જોઈને કહેવું મુશ્કેલ છે કે આ કોલેજ છે કે પ્રાથમિક શાળા ?

ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ધો 12 પછી કોલેજમાં અભ્યાસ માટે દાહોદનો ધક્કો ખાવો પડતો હતો ત્યારે વર્ષ 2016માં ગરબાડા ખાતે સરકારી વિનિયન કોલેજની સ્થાપના કરવામાં આવી સરકાર દ્રારા કોલેજને મંજૂરી અપાતાં તત્કાલીક હંગામી ધોરણે ગરબાડામાં ચાલતી મોડેલ સ્કૂલના બિલ્ડીંગમાં 10 ઓરડા ફાળવવામાં આવ્યા. જેમાં કોલેજ શરૂ કરવામાં આવી કોલેજમાં હાલ 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="104647,104648,104649,104650,104651,104652,104653,104654,104655,104656,104658,104659"]

પરંતુ ક્લાસમાં વિદ્યાર્થીઓને બેસવા એકપણ બેન્ચ નથી કે ભણાવવા માટે એક પણ ક્લાસમાં બ્લેકબોર્ડ નથી તેમજ ઓરડા ઓછા હોવાથી એક જ ઓરડામાં બે કલાસ લેવાની પણ જરૂર પડે છે જેને લઈને અમુક વિષયોના લેકચર બહાર મેદાનમાં ખુલ્લી જગ્યામાં લેવાય છે. જેને લઈને વિદ્યાર્થીઓનું માનવું છે કે તેઓનું ભણવામાં ધ્યાન કેન્દ્રિત નથી થઈ શકતું આ સિવાય જો પ્રાથમિક સુવિધાની વાત કરીયે તો પીવા માટે પાણી કે શૌચાલયની પણ સગવડ નથી વિદ્યાર્થીઓને દૂર સુધી જવું ના પડે તે માટે આવી કફોડી હાલતમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

બ્લેકબોર્ડ અને બેન્ચીસ સહિતના ફર્નિચર માટે ત્રણ વર્ષથી કોલેજના આચાર્ય દ્રારા રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોલેજને જરૂરી ફર્નિચર કે સુવિધા પૂરી પાડવામાં નથી આવી કોલેજના નવીન મકાન માટે જમીન પણ ફાળવવામાં આવી છે છતાપણ નવા મકાનના બાંધકામ માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી.

Similar News