દેવશયની એકાદશી સાથે ગૌરીવ્રતનો પ્રારંભ

Update: 2017-07-04 09:11 GMT

અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવશયની અગિયારસ થી ચાતૃમાસ સાથે પાંચ દિવસના બાળાઓના ગૌરીવ્રતનો પણ પ્રારંભ થયો છે.

અષાઢ સુદ અગિયારસ થી ચાતૃમાસનો પ્રારંભ થયો છે,જ્યારે નાની બાળાઓ દ્વારા ટોપલીમાં જવારા રોપીને ગૌરીવ્રત ઉજવવામાં આવી રહ્યું છે. બાળાઓએ પાંચ દિવસ સુધી મોળુ ભોજન કરીને જવારા સાથે ગૌરમાનું પૂજન કરશે.

મંગળવાર થી શરુ થયેલા વ્રતની શનિવારના રોજ પુર્ણાહુતી થશે. અને બાળાઓ દ્વારા જાગરણ કરીને વ્રતની ઉજવણી કરવામાં આવશે.

જ્યારે તારીખ 7મી શુક્રવાર થી યુવતીઓ દ્વારા જ્યા પાર્વતી વ્રત ઉજવવામાં આવશે. અને તારીખ 11મી મંગળવારના રોજ જાગરણ સાથે વ્રતની પુર્ણાહુતી થશે.

 

Tags:    

Similar News