દેશની પ્રગતિ માટે એકતાનો સંદેશ જરૂરી : વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

Update: 2019-10-31 07:25 GMT

વડોદરમાં દેશની એકતા માટે યોગદાન આપનાર લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી

જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

હતો. જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા

અને શહેર પોલિસના સંયુક્ત ઉપક્રમ યોજાયેલા આ કાર્યક્રમમાં સેંકડો નાગરિકો જોડાયા

હતા અને રાષ્ટ્રની એકતાના શપથ લીધા હતા. રન ફોર યુનિટી કાર્યક્રમનો વિધાનસભાના

અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મેયર

જીગિષાબેન શેઠ સહિતના મહાનુભવોએ ફ્લેગઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મ જયંતિ વડોદરા શહેર માટે નહિં  સમગ્ર દેશ માટે એક અવસર છે. સરદાર પટેલે દેશને એક તાંતણે બાધવા ૫૬૨

રજવાડાઓને એક કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રન ફોર યુનિટી કાર્યક્રમના

માધ્યમથી દેશને ઘણાં વર્ષો પછી એકતાનો સંદેશ આપવા માટે પ્રયાસ હાથ ધર્યાં છે.

સમગ્ર વિશ્વએ પણ તેની નોંધ લીધી છે. અને દેશ પ્રગતિ માટે એકતાનો સંદેશ જરૂરી છે

અને લોકોએ તેને સ્વકાર્યો પણ છે.

શયાજીબાગના ગેઈટ નં-૨થી રન ફોર યુનિટી પ્રસ્થાન થઈ, પંચમુખી હનુમાન મંદિર, કીર્તી

મંદિર રોડ, કોઠી

ચાર રસ્તા, જેલ

રોડ, કાલા ઘોડા, અને

સયાજીગંજમાં સરદાર પટેલની પ્રતિમા પાસે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મેયર

જીગીષાબેન શેઠ, કલેક્ટર

શ્રીમતિ શાલિની અગ્રવાલ, મ્યુનિસિપિલ

કમિશનર નલિન ઉપાધ્યાય, સહિતના

મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી ભાવવંદના કરી હતી.

રન ફોર યુનિટી કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ, અધિક નિવાસી કલેક્ટર ડી.આર. પટેલ, નાયબ

કલેક્ટર શ્રીમતિ ખ્યાતિ પટેલ સહિતના પદાધિકારી અને અધિકારી જોડાયા હતાં.

Similar News