દેશમાં પણ દોડશે 200 કિલોમીટરની રફ્તારથી ટ્રેન 

Update: 2017-01-23 13:37 GMT

 

ભારતીય રેલવે માં ઉલ્લખનીય સુધારા રેલવે મંત્રાલયો દ્વારા કરવામાં આવી રહ્યા છે.જેમાં હવે અત્યાર સુધી દેશના રેલવે ટ્રેક પર વધારે માં વધારે ગતિમાન એક્સપ્રેસ 160 કિ.મી ની રફ્તારથી દોડે છે.જોકે આવનાર સમયમાં 200 કિ.મી ની ઝડપથી ટ્રેન દોડવવાની કામગીરી તરફ મંત્રાલય કામ કરી રહ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

ભારતીય રેલવેની નીતિઓને બદલીને તેની છબી સુધારવા તરફ રેલવે મંત્રાલય દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,જેના ભાગરૂપે ટ્રેનની ઝડપને મર્યાદિત ન રાખીને 200 કિ.મીની પ્રતિ કલાકની રફ્તારથી ટ્રેન દોડે તે માટેનું પ્રયોજન કરવામાં આવી રહ્યુ છે.

જાણવા મળ્યા મુજબ ભારતીય રેલવે મંત્રાલય અને રશિયન મંત્રાલય વચ્ચે ગત ઓક્ટોબર મહિનામાં આ અંગેના પ્રોટોકોલ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.જે મુજબ હાઈસ્પીડ પ્રોજેક્ટનો ખર્ચ બંને દેશો સરખે ભાગે ભોગવશે.પ્રથમ આ પ્રોજેક્ટનો અમલ નાગપુર સિકંદરાબાદ વચ્ચેના 575 કિ.મી લાંબા રેલવે લાઈન ટ્રેક પર આ 200 કિ.મી ની ઝડપે ટ્રેન દોડાવવા માટે રશિયન રેલવે તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે.અને આ સંદર્ભેના જરૂરી રિપોર્ટ્સ તેમજ ટ્રેનની બોગીમાં બદલાવ તેમજ રેલવે ના પાટા ચેન્જ કરવા સહિત મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે,જે મુજબ આગામી સમયમાં વહેલી તકે કામગીરી વેગવંતી બનાવવા માં આવે તેમ જાણવા મળ્યુ છે.

રેલવે ટ્રેકની સાથે રેડિયો કમ્યુનિકેશન ના બદલે ડિજિટલ ટેક્નોલોજિકલ કમ્યુનિકેશન નેટવર્કને વિકસાવવા માં આવશે.

 

Similar News