નર્મદા નદીમાં આડબંધ બનાવી મીઠા પાણીનો સંગ્રહ કરવાનું આયોજન

Update: 2016-04-21 06:44 GMT

શુક્લતીર્થ નજીક આડબંધ રૂપિયા 66 લાખ ના ખર્ચે તૈયાર કરાશે

ભરૂચ નર્મદા નદીમાં પાણી ની આવક ઘટવાના કારણે મીઠા પાણી ખારા થઇ રહ્યા છે.જેના કારણે લોક ઉપયોગ તેમજ ઉધોગો ના ઉત્પાદન પ્રક્રિયામાં ગંભીર અસર પહોંચી શકવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

નર્મદા ના જળની વધતી ખારાસ ને અટકાવવા માટે ભરૂચ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે એ તાકીદ ની એક બેઠક બોલાવી હતી.જેમાં નિવાસી અધિક કલેકટર બી.જી.પ્રજાપતિ, GIDC, રિલાયન્સ,GACL,કપની ના ટેકનીકલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા નદી માં સમુદ્રના પાણી આગળ વધતા નદીનું પાણી ખારું થઇ રહ્યું છે ત્યારે નદીમાં આડબંધ બનાવીને મીઠા પાણી નો સંગ્રહ કરવાનું આયોજન આ બેઠક માં કરવામાં આવ્યું હતું.શુક્લતીર્થ ખાતે અંદાજીત 66 લાખ રૂપિયા ના ખર્ચે આડબંધ બનાવવા માટે નો વિચાર રજુ કરવામાં આવ્યો હતો.આડબંધ બનવાના કારણે લોક ઉપયોગ તેમજ ઉદ્યોગો ના વપરાસ માટે મીઠા પાણીનો સ્રોત મળી રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.

Tags:    

Similar News