નવસારી જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા સૌ ટકાએ લઇ જઇને મહિલાઓ સ્વમાનભેર જીવી શકે તે માટે શિક્ષણ સાથે આરોગ્ય, સ્વરોજગારી જેવી સુવિધાઓ મળે તે માટે નવસારી કલેકટર રવિ કુમાર અરોરાએ શરૂ કરેલા ‘‘નવનારી એક અભિયાન''ને જિલ્લામાં ખુબ જ સારી સફળતા મળી છે. આ પ્રોજેકટને દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા સમારોહમાં કલેકટર રવિ કુમાર અરોરાને અજય ટમટા દ્વારા અગ્રસચિવ પંકજકુમારની ઉપસ્થિતિમાં કીગા સુમિત-૨૦૧૮ અબ્દુલ કલામ ગવર્નન્સ એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા.
નવનારી એક અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૮ માં પણ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓને દરરોજ બે કલાક એમ ૩૦ દિવસ સુધી સમાજજીવનને અનુરૂપ શિક્ષણ આપીને સાક્ષર બનાવવામાં આવે છે. અભિયાન હેઠળ સાક્ષર બનેલી મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સમાજમાં પ્રવર્તતતી અંધશ્રધ્ધાથી મુકિત મળવાની સાથે આરોગ્ય સેવાઓ તરફ વધુ ધ્યાન આપી રહી છે.