પશ્ચિમ રેલવે એન્જીનીયર એસોસીએશન રેલવે મથકો પર ધરણા પ્રદર્શન કરશે.

Update: 2016-04-05 12:30 GMT

પશ્ચિમ રેલવે એન્જીનીયર એસોસીએશન દ્વારા તારીખ 6 એપ્રિલને સાંજે 4 કલાકે પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા રેલવે મથક ની મુખ્ય કાર્યાલય પર ધરણા પ્રદર્શન કરશે.

ભારતીય રેલવે એન્જીનીયર ફેડરેશન ની સુચનાથી પશ્ચિમ રેલવે એન્જીનીયર એસોસીએશન પોતાના દરેક મુખ્ય કાર્યાલય પર ધરણા કરીને કેન્દ્રીય વિભાગોમાં જે રીતે એન્જીનીયરો ને લાભ આપવામાં આવે છે તે મુજબ ના લાભ રેલવે એન્જીનીયરોને પણ મળે તે માટે છેલ્લા ઘણા વર્ષો થી માંગ કરી રહ્યા છે પરંતુ આજદિન સુધી તેઓની માંગ પૂરી ન થતા આખરે હવે પશ્ચિમ રેલવે એન્જીનીયર એસોસીએશન દ્વારા ધરણા નું શસ્ત્ર ઉપાડવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવે એન્જીનીયર એસોસીએશન ની માંગ મુજબ કેન્દ્રીય વિભાગોમાં CPWD (સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડીપાર્ટમેન્ટ,MES-મીલીટ્રી એન્જીનીયરીંગ સર્વિસ,સહીત ના ફિલ્ડ મુજબ સમય સીમા અનુસાર પ્રમોશન તેમજ રેલ એન્જીનીયરોને ગ્રુપ બી રાજ્પત્રી દરજ્જો તેમજ 30ટકા ટેકનીકલી અને હાર્ડ વર્કિંગ અલાઉન્સ સહિતની માંગણીઓ પશ્ચિમ રેલવે એન્જીનીયર એસોસીએશન કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છેકે આ ધરણા પ્રદર્શન થી રેલવે ની કામગીરી પણ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Similar News