પાસપોર્ટના નિયમોમાં કરાયો ફેરફાર, પોલીસ વેરિફિકેશન માં 12 ના બદલે 9 જ પ્રશ્નો પુછાશે

Update: 2016-09-09 07:12 GMT

પાસપોર્ટ સેવાને ખુબજ ઝડપી અને પારદર્શક બનાવવાના ભાગ રૂપે વિદેશ મંત્રાલય દ્વારા તેના નિયમો માં ફેરફાર કરવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ પાસપોર્ટ માટે અરજી કરતા અરજદારો માટે પોલીસ વેરિફિકેશનમાં બદલાવ કરવામાં આવ્યો છે.જેમાં અરજદારે પાસપોર્ટ ની અરજી કરતા પહેલા પાછલા એક વર્ષમાં તે ક્યાં ક્યાં રહેતા હતા,તે અંગેની માહિતી પણ આપવી પડશે,જયારે અગાઉ પોલીસ વેરિફિકેશન માં 12 પ્રશ્નો પુછવામાં આવતા હતા જે માંથી હવે 9 પ્રશ્નો પુછવામાં આવશે.

વિદેશ મંત્રાલયે પાસપોર્ટના નિયમોમાં કરેલા ફેરફાર મુજબ આવેદક પાસે પહેલા પાસપોર્ટ હતો કે નહિ?તેમજ ક્યારે વિદેશની મુસાફરી કરી હતી.જેવા પ્રશ્નને કાઢી નાખવામાં આવ્યા છે.તેમજ પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ બન્યા પછી કરવામાં આવશે,તથા પાસપોર્ટ સેવા કેન્દ્રના આધારકાર્ડ પ્રોજેક્ટ સાથે લિંક થવો જરુરી છે અને દેશના ઘણા કેન્દ્રો પર આ પ્રોસેસ શરુ થઇ ગઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે.

 

Similar News