પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો

Update: 2017-06-01 06:40 GMT

બુધવારની મધરાતથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે,જેમાં પેટ્રોલમાં રૂપિયા 1.23 અને ડીઝલમાં 89 પૈસાનો વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતોમાં વધારો થયો હોવાથી તેમજ રૂપિયાના વિનિમય દરમાં ફેરફારને પગલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે,બુધવારની મધ્યરાત્રિ થી પેટ્રોલમાં રૂપિયા 1.23 અને ડીઝલમાં રૂપિયા 89 પૈસાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે પંદર દિવસ અગાઉ એટલે કે 16 મેએ ઓઇલ કંપનીઓએ પેટ્રોલમાં રૂપિયા 2.16 અને ડીઝલમાં રૂપિયા 2.10નો ઘટાડો કર્યો હતો.

Similar News