બીજી મા સિનેમા : નટસમ્રાટ

Update: 2018-09-07 09:21 GMT

નટસમ્રાટ શ્રી રામ લાગુ, પછી નાના પાટેકરે કર્યુ મરાઠીમાં અને હવે ગુજરાતીમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ કર્યુ. ગુજ્જુભાઈના નાટકો અને યુ ટ્યુબ પર ક્લીપ્સ જોવા ટેવાયેલાને સિદ્ધાર્થ રાંદેરિયાએ પૂરવાર કર્યુ કે ફિલ્મના પડદે દિગ્ગજ કલાકારોના અભિનયના અજવાળા પાથરી શકે છે. દીપિકા ટોપીવાલા (સીતા) વેલકમ આપનો ચહેરો, અવાજ અને અભિનય, ગુજરાતી પ્રેક્ષકો વધાવી લેશે. ચાણક્યનો અભિનય કરનાર મનોજ જોષી એ કમાલ કરી છે. નટસમ્રાટ કોણ એ નક્કી કરવું મુશ્કેલ બને છે.

ગીત, સંગીત ફિલ્મના પડદે કર્ણપ્રિય. એ.આર.રહેમાન, મણિરત્નમની નોંધ લીધી એ ગમ્યું. આપણી સાથે શ્રીમતી પીના મુકેશ શાહ આવેલા એમણે મલ્ટીપ્લેક્ષના દાદર ઉતરતા કહ્યું, ‘ગુજરાતીમાં બાગબાન’ જોયું એવું લાગ્યું.

જય હો ! બાગબાન ! જય હો ! નટસમ્રાટ

Similar News