બેંગલુરૂમાં લોકોએ સડકો પર કર્યો માછલીનો શિકાર!

Update: 2016-07-29 13:08 GMT

બેંગલુરૂમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ભરાયેલા પાણીમાં લોકો માછલી પકડતા નજરે પડ્યા હતા.છેલ્લા 24 કલાકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અહીંની સ્થિતી વણસી છે અને વરસાદમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ગુરૂવારથી વરસી રહેલા વરસાદના કારણે સડકો પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. વરસાદના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સુરક્ષાકર્મીઓ બોટનો ઉપયોગ કરી રહ્યા છે.

અહીં એટલી હદે પાણી ભરાયેલું છે કે લોકો ઠેર ઠેર સડકો પર પણ માછલીઓનો શિકાર કરતા નજરે પડી રહ્યા છે.

Similar News