ભરૂચ SOG પોલીસે રૂપિયા ચારલાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બેની કરી અટકાયત

Update: 2018-07-16 14:50 GMT

પોલીસે નવ પેટી વિદેશી દારૂ મળી કુલ રૂપિયા ૪,૬૮,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગૃપને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભરૂચના બી ડિવિઝન પોલિસ મથકની હદમાં ટીમ સાથે પ્રોહિબિશન રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ એસ.ઓ.જી ટીમને બાતમી મળી હતી કે ભરૂચના બી ડીડિવ્ઝન વિસ્તારની હદમાં આવેલ પીરકાંઠી નાગોરી ડેરી નજીક એક ઝાઇલો ગાડીમાં વિદેશી દારૂ વહન કરાઇ રહ્યો છે. જેના આધારે પોલીસ ટીમે બાતમી વાળી ઝાઇલો ગાડી અટકાવી તેમાં બેસેલ ઇસમોની પુછતાછ હાથ ધરતા તેમણે તેમના નામ જીજ્ઞેશ સુરેશ છત્રીવાલા, રહે. સી/૨૦,અંબીકાનગર,ભરૂચ) અને મિતુન વ્વિજય છત્રીવાલા (રહે. રાણી તળાવ,ભાગળ સુરત) જણ્વ્વ્યા હતા. પોલીસે તેમની ગાડીની તલાઈ લેતાં તેમાથી અલગ-અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ ૯ પેટી કિંમત રૂપિયા ૬૦,૪૮૦/ તેમજ ઝાઇલો મહેન્દ્ર ગાડી કિંમત રૂપિયા ૪ લાખ અને બે મોબાઇલ ફોન મળી કુલ ૪,૬૮,૪૮૦/-રૂપિયાનો મુદામાલ કબ્જે કરી તેમના વિરૂધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News