ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાની અધયક્ષતામાં ઝઘડીયામાં લોક દરબાર યોજવામાં આવ્યો

Update: 2019-03-08 12:24 GMT

રાજપારડી પંથકના તેમજ આજુબાજુના ગામના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.

ભરૂચ એસ.પી આર.વી ચુડાસમા રાજપારડી પોલીસ સ્ટેશનને વાર્ષિક ઇન્શપેક્શન માટે આવ્યા હતા અને સાથે લોકદરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપારડી અને આજુ બાજુના તમામ આગેવાનો અને ખેડૂતો હાજર રહી પોતાના પ્રશ્નો મૂક્યા હતા.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="86904,86905,86906,86907"]

રાજપારડી અને આજુ બાજુના ગામોમાં વારંવાર ખેતરોમાં કેબલ વાયર, મોટર, પાઇપ વગેરે ખેતીનો સામાન ચોરીનિ સમસ્યા દિન પ્રતિદિન વધતિજાય છે. જેનુ નિરાકરણ લાવવા રાજપારડીના ખેડૂતો દ્વારા લોકદરબારમાં ભરૂચ એસપીને રજૂઆત કરવામાં આવી હતી.

લોકદરબારમાં ખેડૂતોના પ્રશ્નો સાંભળી એસપી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યું હતું અને જે કેબલ ચોરી મોટર અને પાઇપ ચોરીનિ જે સમસ્યા ખેડૂતોની છે.જેનો જલ્દીથી ઉકેલ લાવવામાં આવશે જે ઇસમો દ્વારા વારંવાર કેબલો ચોરવામા આવે છે.એ ચોરોને પકડી જલદિથી જેલમાં ધકેલવામાં તેમ જણાવ્યું હતું. જાહેર જનતા સાથે લોક સંવાદ કરી કાયદો અને વ્યવસ્થા અંગે ખાસ સુચનો આપ્યા હતા. તેમજ કાયદા વિશે સચેત કરવામાં આવ્યા હતા. તથા લોકોની વાત સાંભળી તેના નિકાલ કરવાના સુચનો પણ આપ્યા હતા.

આ લોક દરબાર સાથે સાથે રાજપારડી પોલીસના જવાનોની પરેડ જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવી હતી. આ પરેડ ખાતે એસ પી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ શ્રી હાજર રહ્યા હતાં.

Similar News