ભરૂચ આદર્શ શોપિંગ સેન્ટર માંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

Update: 2018-01-15 07:00 GMT

ભરૂચ પાંચબત્તી પાસે આવેલ આદર્શ શોપિંગ સેન્ટર માંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો,અને યુવકનાં માથામાં ઇજા પહોંચાડીને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે.

ભરૂચનાં ભીડ ભંજનની ખાડી નજીક રહેતા હસુભાઈ પરમાર ઉ.વ.35નાં ઓ આદર્શ શોપિંગ સેન્ટરમાં આવેલ ઇનિડયન ગેસમાં મજૂરી કામ કરતા હતા, તારીખ 14મીએ સવારે ઘરે થી નીકળ્યા બાદ તેઓએ ગુમ થયા હતા.

જોકે રહસ્યમય સંજોગોમાં હસુ પરમારનો મૃતદેહ આદર્શ શોપિંગ માંથી મળી આવ્યો હતો. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવીને તપાસ શરુ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં હસુ પરમારનાં માથામાં ઇજાનાં નિશાન મળી આવ્યા હતા, તેથી તેમની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ કરી રહી છે.જોકે મૃતદેહનાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ ઘટના પાછળનું સત્ય બહાર આવશે.

Tags:    

Similar News