ભરૂચ રેલવે મથક ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા મોડયુલર ટોઇલેટની સુવિધા ઉભી કરાઈ

Update: 2017-05-20 12:30 GMT

ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દહેજ ખાતેના અદાણી ફાઉન્ડેશન દ્વારા કંપનીની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત મોડયુલર ટાઈપ ટોઇલેટ સુવિધા ઉભી કરવામાં આવી છે.

ભરૂચ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 4/5 ઉપર અદાણી ફાઉન્ડેશન દ્વારા અંદાજીત રૂપિયા 6.5 લાખના ખર્ચે આ મોડયુલર ટાઈપ ટોઇલેટની સુવિધા રેલ યાત્રીઓ માટે બનાવવામાં આવી છે.
ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાના હસ્તે આ ટોઇલેટ બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રેલવેના એ.ડી.આર.એમ. એસ.કે.વર્મા, સિનિયર DCM પ્રદીપકુમાર બેનર્જી, અદાણી પોર્ટ દહેજના ચીફ ઓપરેટિંગ ઓફિસર બી.જી. ગાંધી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

Tags:    

Similar News