ભરૂચ : વિદેશથી પરત આવેલા દંપત્તિને સંભવિત કોરોના વાયરસના પગલે ઓબ્ઝર્વેશનમાં રખાયાં

Update: 2020-03-05 14:19 GMT

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહયો છે ત્યારે મલેશિયા અને સિંગાપુરના પ્રવાસથી પરત ફરેલા ભરૂચના દંપત્તિને સિવિલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યાં છે.

ચીનમાંથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહયો છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં પણ કોરોના વાયરસના કારણે એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આવેલા એરપોર્ટ ખાતે પ્રવાસીઓની તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચમાં પણ કોરોના વાયરસની સાવચેતીના પગલે એક દંપતિને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યું છે. આ દંપત્તિ તાજેતરમાં મલેશિયા અને સિંગાપુરના પ્રવાસે ગયું હતું. વહીવટીતંત્રના ધ્યાને આ બાબત આવતાં દંપત્તિને સલામતી અને સુરક્ષાના કારણોસર તબીબી પરિક્ષણ માટે સિવિલમાં ખસેડવામાં આવ્યું છે. તેમના રીપોર્ટને વધુ તપાસ માટે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યાં છે. ભરૂચના સિવિલ સર્જને હાલમાં ચિંતાનું કોઇ કારણ નહિ હોવાનું જણાવ્યું છે.

Tags:    

Similar News