ભરૂચ સુરત મેમુ ટ્રેનમાં જોવા મળ્યો અલગ નજારો

Update: 2017-10-17 06:03 GMT

ભરૂચ સુરત વચ્ચે દોડતી મેમુ ટ્રેનનાં મહિલા બોગીમાં અલગ નજારો જોવા મળ્યો હતો, અને લેડીઝ કંપાર્ટમેન્ટમાં જેન્ટસ મુસાફરો મુસાફરી કરતા નજરે પડયા હતા.

ભરૂચ સુરત વચ્ચે સવારે અપડાઉન કરતા મુસાફરો માટે ખુબજ સગવડ યુક્ત મેમુ ટ્રેનમાં મુસાફરો મોકળાશ અનુભવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.
સામાન્ય રીતે તહેવારોનાં સમયમાં ટ્રેનમાં બેસવાનું તો દૂર ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી. પરંતુ હાલમાં ભરૂચ સુરત મેમુ ટ્રેનમાં અલગ નજારો જોવા મળ્યો હતો. જેમાં મહિલાનાં કંપાર્ટમેન્ટમાં પુરુષ યાત્રીઓ મુસાફરી કરતા નજરે પડયા હતા.

Tags:    

Similar News