ભરૂચઃ સિલિન્ડરમાંથી ગેસ લિકેજ થતાં મચી દોડધામ, કોઈ જાનહાની નહીં

Update: 2018-07-18 05:31 GMT

ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા તાત્કાલિક દોડી આવેલા લાશ્કરોએ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો

ભરૂચના પુષ્પા બાગ પાસે ગેસના બોટલમાં લીકેજ થતાં સ્થાનિકોમાં ભયનો મોહલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની થઈ નહોતી.

ભરૂચ શહેરમાં વહેલી સવારે કચોરી સહિત વિવિધ નાસ્તા બનાવતા એક વ્યક્તિને ત્યાં અચાનક ગેસનાં સિલિન્ડરમાંથી લિકેજ થયું હતું. જેના પગલે સોસાયટીમાં જાણ થતાં ભારે દોડધામ મચી હતી અને સૌના જીવ અધ્ધર થઈ ગયા હતા. ઘટના સંદર્ભે નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતાં સ્થળ ઉપર દોડી આવેલી ટીમે સિલિન્ડરમાંથી લિકેજ થઈ રહેલા ગેસને બંધ કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સમયસર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી જતાં સદનશીબે કોઈ જાનહાની નોંધાયી નથી.

Tags:    

Similar News