ભરૂચમાં માવતર ને લાંછન રૂપ ઘટના પ્રકાશમાં આવી,નારી કેન્દ્રમાં નવજાત બાળકી ને તરછોડી અજાણ્યા ઇસમો ફરાર 

Update: 2016-05-31 14:03 GMT

પોલીસે શરૂ કરી તપાસ

"છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય" આ કહેવત પણ હવે આધુનિક યુગ માં ખોટી સાબિત કરે તેવી ઘટના ભરૂચ માં પ્રકાશ માં આવી છે.નવજાત ફૂલ સમાન બાળકીને નિષ્ઠુર માતાએ પોતાની કુખે જન્મ તો આપ્યો પણ તરછોડવા માટે.

ભરૂચ ના નારી કેન્દ્ર માં બે અજાણ્યા ઇસમો નવજાત બાળકીને ગેટ પાસે મુકેલ અને બાળક રૂપી ફૂલને ગમે ત્યાં ફેંકી ન દેશો,મારી છત્ર છાયામાં મૂકી જાવ શ્લોગ્ન લખેલ ઘોડીયામાં મુકીને ફરાર થઇ ગયા હતા, બાળકી નો રડવાનો અવાજ નારી કેન્દ્ર ના સભ્યો ના કાને સંભળાતા તેઓએ માનવતા દાખવીને બાળકી ને સ્વીકારી હતી.પરંતુ આવું કૃત્ય કરનાર નિષ્ઠુર લોકોને સજા થાય તે માટે A-ડીવિઝન પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરાવી હતી.

પોલીસે આ અંગે ની ગંભીર નોંધ લઈને ભરૂચ શહેરના નર્સિંગ હોમમાં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags:    

Similar News