ભાજપ દ્વારા સતત ચોથી ટર્મ માટે ઈશ્વરસિંહ પટેલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા સમર્થકોમાં ખુશી
ગુજરાત વિધાનસભાની 70 બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 154 - અંકલેશ્વર - હાંસોટ વિધાનસભાની બેઠક પર સતત ચોથી ટર્મ માટે ઈશ્વરસિંહ પટેલનાં નામ પર મહોર મારવામાં આવી છે.
ભાજપ દ્વારા અંકલેશ્વર હાંસોટ વિધાનસભાની બેઠક પર ઈશ્વરસિંહ પટેલને રિપીટ કરવામાં આવતા તેઓનાં સમર્થકોમાં ખુશીનું મોજું છવાય ગયુ હતુ. અને ફટાકડા ફોડીને આ ક્ષણની ઉજવણી કરી હતી, અને ચૂંટણી પ્રચારમાં જોતરાય ગયા હતા.