ભારત ભાગ્ય વિધાતા

Update: 2019-03-11 10:29 GMT

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણી નિમિત્તે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત રાજ્ય અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરની પ્રસ્તુતિ મહાત્મા ગાંધીજીના ચરિત્ર પર આધારિત નાટ્ય પ્રયોગ ભારત ભાગ્ય વિધાતા રવિવાર, તા. ૧૦ મી માર્ચ ૨૦૧૯ની રાત્રે ૭.૦૦ કલાકે ગાંધીનગર ગૃહ, વડોદરા ખાતે પેટ ભરીને માણ્યું અને ઓડકાર ખાયને બહાર નીકળ્યા, હું, બકુલ પરાગજી પટેલ અને ડી. એ.પટેલ.

‘પેટ ભરીને માણ્યું અને ઓડકાર ખાઈને બહાર નીકળ્યા’ એવું વાક્ય લખવા પાછળનું કારણ હિન્દુસ્તાન, પાકિસ્તાનના ભાગલા ન પડવા દે એ માટે મહંમદ અલી ઝીણાને ખભા પર હાથ મુકીને ગાંધીજી કહે છે, એ પાકિસ્તાન પહેલા આઝાદ થશે પછી હિન્દુસ્તાન, એવી હઠ લઈને ગાંધીની વાતને ઠુકરાવે છે, ત્યારે ગાંધીજી એને કહે છે આ તારી જીદ પચશે તો પણ ઓડકાર ખાય નહિં શકે.

૮૧ કલાકારોનો કાફલો નાટકના અંતે સ્ટેજ પર આવે, સ્ટેન્ડિંગ અવેશન સાથે સાથે બધા જ દર્શકો કરતલધ્વનિ કરે એકેએક કલાકારનો પરિચય અપાતો જાય અને સ્ટેજ પર ગોઠવાતાં જાય. માત્ર ૬ મિનિટમાં બધાના નામ, કરતલધ્વનિ ધીરેધીરે વધતો જાય અને સૌનું હૈયું અને આંખ ભીંજાતા જાય.

આગાખાન મહેરમાં કસ્તુરબાનો મૃત્યુનો પ્રસંગ લાજવાબ. ગાંધીજી : દુનિયાની સૌથી સુંદર સ્ત્રી એ કસ્તુરબા છે. કસ્તુરબા : એ (ગાંધી) કહે છે એટલે સત્ય હશે.

ગોવાલિયા ટેન્ક પરથી હિન્દ છોડોનું એલાન, જલિયાવાલા બાગ, દાંડીકૂચ (કોરીયોગ્રાફી સુપર્બ), દક્ષિણ આફ્રિકાથી ગાંધીનું ભારતમાં આગમન, ગોપાલકૃષ્ણ ગોખલે ભારત પ્રયાણ કરવા કહે, ભારતની ચીરફાડ ગરીબી. એક કન્યા કહે બસ, આગળ આવશે નહિ, મારી પાસે લાજ ઢાકવાને કપડું નથી અને ગાંધીજી એને જોઈને ઉપવર્ણ એને આપે તે દિવસથી માત્ર પોતડી પહેરીને ગાંધીજીના બ્રિટીશરો સામે માત્ર ત્રણ હથિયાર સત્ય અને અહિંસા અને ત્રીજું હથિયાર ઉપવાસ (અનસન).

ગુજરાત રાજ્ય રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ અને શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુરને સો સો સલામ કરવી પડે કે આ નાટક નિ:શુલ્ક બતાવવામાં આવે છે. હવે, અમદાવાદમાં ૪ શો ટાગોર હોલમાં થશે. તા ૧૧ અને ૧૨ માર્ચ, ભરૂચ કે અંકલેશ્વરમાં ‘ભારત ભાગ્ય વિધાતા’ રજૂ થાય એ માટે માનનીય કમલેશભાઈ ઉદાણી સાથે વાત થઈ છે, ચક્રોગતિમાન થયા છે. નાટકની રજૂઆત પ્રક્રિયાને કોઈ આચારસંહિતા લાગુ પડશે નહિં.

Tags:    

Similar News