ભારત સહિતનાં દેશોના નાગરિકો માટે બ્રિટન વિઝાની સંખ્યા બમણી કરશે

Update: 2017-11-17 05:25 GMT

બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ પછી યુરોપિયન સંઘ સિવાયના દેશોના નાગરિકો માટે નવી વિઝાનીતિની જાહેરાત કરી છે. એ પ્રમાણે હવે ભારત સહિતના દેશોના નાગરિકોને મળતા વિઝાની સંખ્યા બમણી કરવામાં આવશે.

બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેએ યુરોપિયન સંઘ સિવાયના દેશો માટે નવી વિઝાનીતિની જાહેરાત કરી હતી. વિજ્ઞાન, ટેકનોલોજી, કલા અને સર્જનાત્મક ક્ષેત્રના નિષ્ણાંત વિદેશી નાગરિકોને બ્રિટન ટીયર-1 વિઝા હેઠળ વર્ષે 1 હજાર વિઝા આપે છે. એની સંખ્યા બમણી કરીને બ્રિટન હવે 2000 વિદેશી નિષ્ણાંતોને વિઝા આપશે.

બ્રિટન યુરોપિયન સંઘ માંથી બહાર નીકળ્યું એ પછી વિશ્વભરના પ્રતિભાવંત લોકોને પોતાના દેશમાં આવકારવા માટેની નીતિ અપનાવી છે. એના ભાગરૃપે ટેલેન્ટેડ વિદેશી નાગરિકો માટે બ્રિટન દરવાજા ખુલ્લા મુકશે.

 

 

Similar News