ભારતમાં ઇન્સ્ટોલ થઇ શકે છે વિશ્વનો સૌથી મોટો ટેલિસ્કોપ

Update: 2016-05-03 12:03 GMT

દુનિયાનો સૌથી મોટો ટેલિસ્કોપ ભારતમાં ઇન્સ્ટોલ થાય તેવી શક્યતાઓ છે. આ ટેલિસ્કોપનું નામ થર્ટી મીટર ટેલિસ્કોપ છે. TMTને ભારતના લદ્દાખમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે તેવી શક્યતાઓ છે.

TMT ઇન્સ્ટોલ કરવા માટે ભારત પ્રથમ પસંદગી નહોતું. આ ટેલિસ્કોપ અગાઉ હવાઇ ખાતે ઇન્સ્ટોલ કરવાનો હતો. પરંતુ જે સ્થળે તે ઇન્સ્ટોલ કરવાનો હતો ત્યાં સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી સંકળાયેલી હોઇ હવાઇ સુપ્રીમ કોર્ટે ટેલિસ્કોપ ઇન્સ્ટોલ કરવાની મંજૂરીને રદ કરી હતી.

ત્યારબાદ TMTની ટીમે આ ટેલિસ્કોપ ઇન્સ્ટોલ કરવા માટે ભારતના લદ્દાખ પર પસંદગી ઉતારી હતી. થોડા દિવસોમાં એક આંતરરાષ્ટ્રીય તપાસ ટીમ ભારત આવશે જેમનો ઉદ્દેશ આ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવાનો છે.

Similar News