ભારતે આ વર્ષે લોન્ચ કર્યા અત્યાર સુધીના સૌથી વધુ સેટેલાઇટ

Update: 2016-09-27 10:59 GMT

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટરના ડેટા મુજબ વર્ષ 2016ના વર્ષમાં ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ દ્વારા અંતરિક્ષમાં 10 ઉપગ્રહો છોડવામાં આવ્યા છે. જે આગલા વર્ષ કરતા તેમજ અત્યાર સુધી મોકલવામાં આવેલા ઉપગ્રહોમાં સૌથી વધુ છે.

26 સપ્ટેમ્બર, 2016ના રોજ લોન્ચ થયેલ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (PSLV)-C35એ બે નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. પહેલો રેકોર્ડ સૌથી લાંબુ સેટેલાઇટ લોન્ચ મિશનનો છે. જ્યારે બીજો રેકોર્ડ એક સાથે 20 સેટેલાઇટ લોન્ચ કરવાનો છે.

છેલ્લા 10 વર્ષના સમયગાળામાં 38 ટકા જેટલા જ ભારતીય ઉપગ્રહો છોડવામાં આવ્યા છે. ઇસરોએ 34 વખત સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. જેમાં કુલ 121 ઉપગ્રહો અવકાશમાં છોડવામાં આવ્યા છે. તેમાંથી 75 ટકા સેટેલાઇટ વિદેશી છે.

જોકે, વજનની રીતે જોવા જઇએ તો ઇસરોએ બનાવેલા ઉપગ્રહ વિદેશી ઉપગ્રહની સરખામણીએ 10 ગણુ વધારે વજન ધરાવે છે.

Similar News