માર્ચ થી ટેલ્ગો ટ્રેનને દોડવા માટે રેલવે વિભાગ સજ્જ

Update: 2017-01-21 08:13 GMT

ભારતીય રેલવેને આધુનિકતા સાથે જોડીને રેલ યાત્રીઓને સારી સુવિધા મળે તે હેતુ રેલવે મંત્રાલય દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય અગાઉ રેલવે વિભાગે ઝડપથી દોડતી ટેલ્ગો ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ,હવે આ ટ્રેન ને લોકોની સેવા માટે દોડાવવા તરફની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

ટેલ્ગો ટ્રેન માટે ફેબ્રુઆરીમાં સ્પેન અને ભારત વચ્ચે સમજૂતી કરાર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામ આવી છે,દેશમાં શતાબ્દી ટ્રેનના રૂટ પર તાજેતરમાં વિવિધ ટ્રાયલ લીધા બાદ રેલ મંત્રાલય અને સ્પેનની કંપની ટેલ્ગો વચ્ચે આગામી ફેબ્રુઆરી અંતમાં સમજૂતી કરાર કરવામાં આવે તેવી શક્યતા છે.

રેલમંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ,માર્ચ - 2017માં ટેલ્ગો ટ્રેનને અમદાવાદ - મુંબઈ, દિલ્હી અમૃતસર, દિલ્હી - લખનઉ,બેગલુરુ - ચેન્નઈ રૂટ પર પ્રોફિટ શેરિંગના આધારે દોડાવવા આવશે, આ માટેની જાહેરાત આગામી રેલ બજેટમાં કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

ટેલ્ગોને મુરાદબાદ - બરેલી રેલમાર્ગ પર 80 થી 120 કિમી અને મથુરા પલવલ રેલ માર્ગ પર 160 થી 200 કિમી ની ઝડપે દોડાવવામાં આવી હતી,આ ટ્રાયલમાં ટેલ્ગો 100 ટકા સફળ રહી હતી,અને હવે રેલ મંત્રાલય ટેલ્ગોને દોડાવવાનો નિર્ણય લીધો છે અને તેની તૈયારી પણ આરંભી દીધી છે.

 

Similar News