મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ ક્લાસ AC કરતા દોઢ ગણું વધારે!

Update: 2016-05-05 07:26 GMT

મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન સર્વિસ માટે રેલવે મંત્રાલય દ્વારા ટિકિટ દર પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. જે ટ્રેનમાં AC ફર્સ્ટ ક્લાસ કરતા દોઢ ગણા હોવાનું જાણવા મળ્યું છે.

એક અંગ્રેજી ન્યૂઝ વેબ સાઇટ મુજબ અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેનની મુસાફરી 3,300 રૂપિયામાં પડશે. હાલમાં 508 કિ.મી.નું આ અંતર કાપવા માટે ફર્સ્ટ ક્લાસ ACમાં 2,200 રૂપિયા ખર્ચવા પડે છે.

રેલ મંત્રાલયના અંદાજ મુજબ બુલેટ ટ્રેન સર્વિસનો બંને તરફથી દરરોજ આશરે 36,000 મુસાફરો ઉપયોગ કરશે. 2023 સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનથી અમદાવાદથી મુંબઇ વચ્ચેનું અંતર માત્ર 2.07 કલાકમાં પૂર્ણ કરી શકાશે.

Similar News