મુંબઈ પુણે એક્સપ્રેસ હાઇવે વાઇફાઇ થી સજ્જ થશે

Update: 2017-01-06 12:32 GMT

મુંબઈ પુણે એક્સપ્રેસ હાઇવેને સુવિધા થી સજ્જ કરવા માટે મહારાષ્ટ્ર્ર સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા વાઇફાઇ થી કનેક્ટ કરવા અંગેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે. લગભગ આ ફેસિલિટી થી સજ્જ દેશનો પ્રથમ એક્સપ્રેસ વે બનશે.

મુંબઈ- પુણે એક્સપ્રેસ હાઈવે પર પ્રવાસ કરતા સમયે હવે પ્રવાસીઓને નજીકના સમયમાં જ વાઈફાઈની સુવિધા પ્રાપ્ત થાય તેમ જાણવા મળ્યુ છે.

MSRDC એ ૯૪ કિમી લાંબા મુંબઈ- પુણે એક્સપ્રેસ હાઈવે પર હાઈસ્પીડ વાઈફાઈ કવરેજ ઝોન શરુ કરવાનો નિર્ણય કર્યો છે. MSRDC એ આ માટે ટેલીકોમઓપરેટરોને પણ નિમંત્રણ મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

MSRDCના ડિરેક્ટર કિરણ કુરુડકરે મીડિયાને માહિતી આપતા જણાવ્યુ હતુ કે વાઇફાઈના નેટવર્કને કારણે હાઇવે પોલીસને પણ CCTV કેમેરાના માધ્યમથી ટોલ બુથ પર નજર રાખવામાં મદદ મળશે. જો કે કેટલા વાઇફાઈ ઝોન અને હોટસ્પોટ શરૂ કરાશે તે નક્કી નથી કરાયુ, આ સેવા નિ:શુક્લ હશે કે નહિ તે સબંધે અંતિમ નિર્ણય હજી સુધીમાં લેવામાં આવ્યો નથી.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મુંબઈ પુણે એક્સપ્રેસ હાઇવે પર કેટલીક જગ્યાઓ પર મોબાઈલ નેટવર્ક મળતુ નથી, ત્યારે વાઇફાઇની સુવિધા લોકો માટે મદદરૂપ પણ સાબિત થશે તેવો આશાવાદ પણ MSRDC દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

 

Similar News