મોદી સરકારમાં બન્યો ટ્રેન દુર્ઘટનાનો રેકોર્ડ, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા

Update: 2017-08-20 05:51 GMT

ઉત્તપ્રદેશનાં મુઝફ્ફરનગરમાં ટ્રેન દુર્ઘટનાં બાદ રાજકીય આક્ષેપ બાજીની શરૂઆત પણ થઇ છે, જેમાં કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ ટ્રેન અકસ્માતોનો રેકોર્ડ બન્યો હોવાના આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે વર્ષ 2014માં ભાજપ સત્તામાં આવી ત્યારથી આજ સુધીમાં 27 ટ્રેન અકસ્માત સર્જાયા છે. અને 259 યાત્રીઓનાં મોત નિપજ્યા છે જ્યારે 899 લોકો ઘાયલ થયા હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

https://twitter.com/rssurjewala/status/898930556372516865

વધુમાં તેઓએ ટ્વિટરનાં માધ્યમ થી જણાવ્યું હતુ કે ઉત્કલ એક્સપ્રેસ ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રીઓના પરિવારો પ્રતિ ધણી શોક સંવેદના વ્યક્ત કરી હતી, અને રેલવેની સુરક્ષા પર ગંભીર વાદળ હોવાનું જણાવ્યુ હતુ.

Similar News