યુપી વિધાનસભા માંથી વિસ્ફોટક મળવાના મુદ્દે સીએમ યોગીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Update: 2017-07-14 09:43 GMT

ઉત્તરપ્રદેશ વિધાનસભા માંથી ચેકીંગ દરમિયાન વિસ્ફોટક પદાર્થ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની તપાસ અર્થે સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બેઠકમાં જણાવ્યુ હતુ કે તમામ કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન, સિક્યુરિટી માટે નવી ગાઇડલાઇન જાહેર કરવા ઉપરાંત NIA દ્વારા આ ઘટના અંગેની તપાસ કરવાની માંગ પણ તેઓએ કરી હતી.

વધુમાં સીએમ યોગીએ વિધાનસભા ગૃહમાં ફોન લાવવા પર પ્રતિબંધની માંગ કરી હતી. કોઈને પણ જરૂરી પાસ વગર વિધાનસભામાં પ્રવેશ મળવો જોઈએ નહિ, અને જવાબદાર લોકોને સિક્યુરિટી સોંપવામાં આવે સિક્યુરિટી માટે યુનિફોર્મ સિસ્ટમની અપીલ પણ સીએમ યોગીએ કરી હતી.

 

 

Similar News