યુપીની એન્કાઉન્ટર પોલીસને સ્ટ્રેસ ફ્રી કરવા યોજાયુ ગુજરાતના ધર્મગુરુનું લેકચર

Update: 2018-06-09 10:28 GMT

સ્વામી ધર્મબંધુ રાજકોટમાં વૈદિક મિશન ટ્રસ્ટ ચલાવે છે

ઉત્તરપ્રદેશમાં આજકાલ પોલીસ દ્વારા એન્કાઉન્ટરની સીઝન ચાલી રહી છે. બદમાશોને પકડવા માટે એન્કાઉન્ટરનો સહારો લઈ રહેલી ઉત્તરપ્રદેશ પોલીસને તનાવ મુક્ત રાખવા માટે ધર્મગુરુઓનો સહારો પણ લેવાઈ રહ્યો છે.

યુપીના ફૈઝાબાદમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગુજરાતના રાજકોટમાં વૈદિક મિશન ટ્રસ્ટ ચલાવતા સ્વામી ધર્મબંધુના લેકચરનુ આયોજન કરવામાં આવ્યુ હતું.આમ તો સ્વામી ધર્મબંધુઓ ઓરિસ્સાના છે. પણ તેમની કર્મભૂમિ ગુજરાતમાં છે.તેઓ રાજકોટમાં ટ્રસ્ટ ચલાવે છે.

મોર્ડન ધર્મગુરુ ઓળખાતા સ્વામી ધર્મબંધુએ લેકચરમાં પોલીસને કહ્યું હતું કે જે કામ કરવાથી ખુશી મળતી હોય તે કામ કરવાથી તનાવ ક્યારેય નહી અનુભવાય પણ જો કચવાતા મને કોઈ કામ કરશો તો સ્ટ્રેસ વધશે અને તેનો કોઈ ઈલાજ નથી.

જોકે એ પણ સવાલ ઉભો થયો છે કે, યુપીની એન્કાઉન્ટર પોલીસએ હદે સ્ટ્રેસ અનુભવી રહી છે કે ધર્મગુરુના લેકચર રાખવા પડે અને જો આ લેકચર યોજાયું તો ગુજરાતમાંથી કેમ ધર્મગુરુને બોલાવવામાં આવ્યા ?

Tags:    

Similar News