રાજકોટ અમદાવાદ વચ્ચે એસટી વોલ્વો બસ સુવિધા શરુ

Update: 2016-09-23 10:50 GMT

રાજકોટ અમદાવાદ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા એસટી બસની વોલ્વો સુવિધા શરુ કરવામાં આવી છે. જે બસ સેવાનું ભાડુ ખાનગી બસો કરતા ઓછુ હોવાથી યાત્રીઓ માટે સગવડતા રૂપ બની રહેશે.

ગજરાત રાજ્યમાં એસ ટી બસ સેવામાં ઉલ્લેખનીય ફેરફાર જોવા મળી રહ્યા છે અને દર વર્ષે નવી બસોની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. ત્યારે યાત્રીઓની સુવિધા અને આરામ દાયક મુસાફરી માટે રાજ્યના પરિવહન વિભાગ દ્વારા વોલ્વો બસની સેવા પણ શરુ કરવામાં આવી છે. અને રાજકોટ તેમજ અમદાવાદ વચ્ચે પણ હવે એસટીની વોલ્વો બસને જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ લાલરીબીન કાપીને શરુ કરાવી હતી.

જી.એસ.આર.ટી.સી દ્વારા શરુ કરવામાં આવેલ વોલ્વો બસમાં સુવિધાની વાત કરીએ તો આ બસ AC તેમજ બસમાં પાણી અને ન્યૂઝ પેપરની વ્યવસ્થા પણ રાખવામા આવી છે. દરેક વિન્ડો પર હેમર એટલે કે હથોડી રાખવામાં આવી છે. જેથી ક્યારેય ઇમર્જન્સી જેવી પરિસ્થિતી સર્જાઈ તો વ્યક્તિ પોતે પોતાની જાતે કાચ તોડી બહાર નીકળી શકે. તો 4જી વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવી છે.

એસ.ટીની વોલ્વોનું ભાડુ ખાનગી વોલ્વો બસ કરતા ઓછુ હોવાનું પણ કહેવાય છે, જેમાં રાજકોટ અમદાવાદ બસ સ્ટેશન 419 રૂપિયા, રાજકોટ સરખેજ ચોકડી 395 રૂપિયા, રાજકોટ ઈસ્કોન 407 રૂપિયા, રાજકોટ નહેરૂનગર 407 રૂપિયા, રાજકોટ પાલડી 419 રૂપિયા રાખવામાં આવ્યુ છે.

પત્રકાર પરિષદનામાં ડિવિઝન કન્ટ્રોલર દિનેશ જેઠવાએ જણાવ્યુ હતુ કે આવનારા દિવસોમાં મહિલા ડ્રાઈવર ની પણ નિમણુંક કરવામાં આવશે.

Similar News